ગત તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ હળવદ શહેરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જેમાં રૂા.૨,૬૬,૦૦૦/- ના મુદામાલની ચોરી થયેલ હોય જે અંગે નો ગુનો હળવદ પોલીસ મથકે નોંધાયો હતો જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ હળવદ પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મળેલ બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુન્હો ડિટેકટ કરી હળવદ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૭૩૧/૨૦૨૪ બી.એન.એસ. ૩૦૫ (એ), ૩૩૧(૪) નો ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) ધર્મેશ પ્રદિપકુમાર જોષી રહે. ઓરા વાડ, હળવદ તા.હળવદ જી.મોરબી
રીકવર કરેલ મુદામાલની વિગત-
1. સોનાની વિટી નંગ ૨ જે આશરે ૧૪ ગ્રામ
2. મંગળસુત્ર જે આશરે ૨૩ ગ્રામ
3. સોનાની ચાર જોડી બુટી જેનો વજન આશરે ૧૫ ગ્રામ છે
4. એક પેન્ડલ જેનું વજન આશરે ૧ ગ્રામ જે તમામ સોનાના દાગીનાનું કુલ વજન આશરે ૫૩ ગ્રામ જેની કુલ કિ.રૂા. ૨,૬૬,૦૦૦/- નો તમામ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.