Wednesday, January 22, 2025

મોરબી: ટ્રકમાંથી બેટરી ચોરી કરતા શખ્સ ને એલસીબી ઝડપી લીધો

Advertisement

મોરબી એલસીબીએ ૦૪ બેટરીઓ કી.રૂ. ૬,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને જેતપર પાવડીયારી નજીકથી પકડી પાડયો

મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે મળેલ હકીકત મળેલ કે મોરબી જેતપર રોડ, પાવડીયાળી કેનાલ પાસે કીશન પ્લસ મીનરલ્સ માટીના કારખાનામાં પાર્ક કરેલ ટ્રકમાંથી રાત્રીના સમયે અલગ અલગ કંપનીની બેટરીઓ ચોરી કરનાર ઇસમ પાસેથી બેટરીઓ નંગ-૦૪ કી.રૂ. ૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમને BNSS કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.માં નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

> પકડાયેલ આરોપીઓના નામ સરનામા :-

(૧) પવન સ/ઓ કરનસિંગ શંકરલાલ પુરબીયા ઉવ.૨૭ રહે.માલાખેડી પોસ્ટ અમલાર ટીકરીયા થાના તલેન તા.પચોર જી.રાજગઢ બ્યાવરા મધ્યપ્રદેશ હાલ રહે.ઓરકેન સીરામીક લખધીરપુર રોડ મોરબી

> પકડાયેલ મુદામાલની વિગત –

અલગ અલગ કંપનીની નાની મોટી બેટરીઓ નંગ-૦૪ કી.રૂ. ૬,૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW