મોરબી એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ ભુદેવ પાન પાસે આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારના રફાળેશ્વર ગામેથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને આ બાબતે મોરબી તાલુકા પો.સ્ટે. માં મો.સા. ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ તેની પાસેથી અન્ય બે મો.સા.હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા જે મો.સા.પણ તેણે મકનસર તથા રફાળેશ્વર પાસેથી ચોરી કરેલ તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ બે મો.સા ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ ત્રીજુ મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ખાતે સોપી આપેલ
પકડાયેલ શખ્સનું નામ સરનામુ:-
અશોકભાઇ ગાંડુભાઈ ઉઘરેજા/ ઉવ-૩૫ રહે. નવા વધાસીયા તા.વાંકાનેર જી.મોરબી
– ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગત.
(૧) મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.ન.૧૭૮૭ /૨૦૨૪ બીએનએસ કલમ-૩૦૩(૨)
(૨) મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.ન.૧૭૮૮ /૨૦૨૪ બીએનએસ કલમ-૩૦૩(૨)
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) હિરો સ્પેલન્ડર લ્સ મો.સા. નંબર પ્લેટ વગરનુ કિ.રૂ.૨૦,૦૦૦/-
(ર) હિરો સ્પેલન્ડર પ્રો મો.સા.નંબર પ્લેટ વગરનુ કિ.રૂ.30,000/-
(૩) હિરો સ્પેલન્ડર મો.સા. રજી.નં. GJ03 AG 7933 કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫,૦૦૦/- નો મુદામાલ