૩૦ થી ૯૦ વરસ સુધી ઉંમર જૂથ વચ્ચે નડિયાદ ખાતે યોજાય હતી સ્પર્ધા
માસ્ટર ખેલકુદ મંડળ ગુજરાત દ્વારા 9મી માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2024 નડિયાદ ખાતે યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના બે સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાં મેઘાણી વાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીરુલતાબેન બોડા એ શોર્ટ પૂટ, હેમર થ્રો , ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ડિસ્કસ થ્રો, માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
જ્યારે મોરબીની જ્ઞાન જ્યોત વિદ્યાલય ના નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ મોરી એ ડિસ્કસ થ્રોમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
નીરુલતા બેન આવનારા ઓક્ટોમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ લેવલે રમનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે મલેશિયા જશે. વિજેતા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલની રમતા માટે કેરાલા ખાતે જસે