ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચાલતા પોષણ માસ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે
જેના ભાગરૂપે મોરબી ઘટક 2 ની ત્રાજપર પોલીસ લાઈન આંગણવાડી ખાતે ઘટક કક્ષાનું વાનગી નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળકોને અપાતા પૂરક આહાર વિશે અને કુપોષણમાં ઘટાડો થાય તે બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મોરબી ઘટક બેની તમામ તેડાગર બહેનો વાનગી નિર્દર્શનમાં ઉત્સાહથી ભાગ લઈ પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ હતી
આ તકે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ,જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રિવેદી, મોરબી ઘટક બેના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આ કામગીરીને બિરદાવી હતી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પોષણ માસ અંતર્ગત ચાલતી તમામ યોજનાની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું