*કિશોરીઓ અને મહિલાઓને પૂરતા પોષણ અંગે માર્ગદર્શન અપાયું; આરોગ્ય તપાસ કરાઈ*
મોરબીમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત મોરબી ઘટક એકની શકત સનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજા કક્ષાએ વાનગી નિર્દેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મોરબી ઘટક-1 ની રાજપર સેજાની આંગણવાડી કેન્દ્ર શકત સનાળા -૧ ખાતે ઘટક સેજા કક્ષાનું વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી ઘટક-૧ ના રાજપર સેજાની શક્ત સનાળા ૧ થી ૪ આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓએ વાનગી નિદર્શનમાં ઉત્સાહથી ભાગ લઈ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે RBSKની ટીમ દ્રારા બાળકોના આરોગ્યની તપાસ તથા ANM ટીમ દ્રારા સગર્ભા માતા, ઘાત્રી માતાઓનું એચ.બી. તથા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા બાળકોને અપાતા પૂરક આહાર વિશે અને કુપોષણમાં ઘટાડો થાય તે બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા તમામ લાભાર્થી બહેનોને પોષણ માસ અંતર્ગત ચાલતી તમામ યોજનાકીય કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રીવેદી, બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાઘ્યાય, શકત સનાળા ગ્રામ પંચાયત સરપંચશ્રી સોનલબેન, મુખ્ય સેવિકા જાહનવીબા જાડેજા, NNM બ્લોક કો-ઓર્ડીનેટર જીતેન્દ્ર વાઘેલા, RBSK મેડીકલ ઓફીસર અમિતભાઇ, FHW તનજીરાબેન, ANM ક્રિષ્નાબેન, MPHW વિજયભાઇ, આંગણવાડી કાર્યકરશ્રીઓ અને તેડાગરશ્રીઓ હાજર રહ્યા હતા.