Thursday, January 23, 2025

માળીયામિંયાણાના ખાખરેચી ગામના શિક્ષકના જન્મદિવસે પુત્રએ અદેપર શાળામાં પેડ પફ અને પેન આપીને જન્મદિવસની ઉજવણી કરી

Advertisement

ખાખરેચી ગામના હિતેશભાઈ સંખેશરીયાએ પોતાના પિતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી પુત્રએ માતાપિતાનીની હાજરીમાં શાળામાં નાસ્તો આપીને બાળકોની જઠરાગ્નિની ઠારી શાળાનું ઋણ ચૂકવ્યું

માળીયામિંયાણાના ખાખરેચી ગામના હાલ મોરબી રહેતા નિવૃત્ત શિક્ષક કરશનભાઈ મેઘજીભાઈ સંખેશરીયાના જન્મદિવસ નિમિત્તે પરીવારજનોએ સાથે મળીને ઘરના મોભીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી નિવૃત્ત શિક્ષક કરશનભાઈના પુત્ર હિતેશભાઈ સંખેશરીયાએ પિતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરવા પિતા જ્યાં નોકરી કરતા તે વાંકાનેરના અદેપર ગામની શાળામાં જઈને પુત્રએ તમામ વિધાર્થીઓને પિતાના હસ્તે પેડ પેન અને નાસ્તામાં સેન્ડવિચ પફ જમાડી શિક્ષક કભી સાધારણ નહીં હોતા તે ઉક્તિ મુજબ નિવૃત્તિ બાદ પણ પોતે સરસ્વતીના મંદિર સમાન શાળાનુ ઋણ ચૂકવવા તેઓ જ્યાં નોકરી પુર્ણ કરી તે શાળામાં પિતાના જન્મદિવસની ઉજવણી કરવા પુત્રે નિર્ણય કરેલ જેથી અદેપર શાળાના તમામ ભુલકાઓને પેડ પેન ભેટ આપીને વિતરણ કરીને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને વિધાર્થીઓ ભણીગણી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવીને ઉજવણી કરી હતી પિતા કરશનભાઈ સંખેશરીયા શાંત સુશીલ લાગણીશીલ સ્વભાવના પ્રેમાળ મનના ઉચ્ચ વિચારો થકી જાહેરજીવનમાં પોતે એક સજ્જન વ્યકિતત્વ ધરાવતા હોય એમના ગુણો સંસ્કારો પુત્રમાં ઉતર્યા હોય તેમ પુત્ર હિતેશ‌ સંખેશરીયાએ શિક્ષણ ઉપર ભાર મૂકીને પિતાના જન્મદિવસની કંઈક અલગ જ ઊજવણી કરવા પ્રેરીત બની પુત્રએ યાદગાર ઉજવણી કરી હતી બાળકના જન્મ બાદ ઘડતર અને ભણતર ઉપર જો ભાર આપનાર કોઈ હોય તો તે ગુરૂ સમાન શિક્ષક છે સાચી દિશા બતાવીને બાળકને સારા સંસ્કારો આપે એજ શિક્ષક શિક્ષક કભી સાધારણ નહીં હોતા તે ઉક્તિ મુજબ નિવૃત્તિ બાદ પણ તેઓ બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા વિધાર્થીઓને શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થાય તેવો પ્રયાસ કરીને વિધાર્થીઓને પેન પેડ આપી ઉત્સાહ વધાર્યો હતો આપણે શિક્ષકને માસ્તર કહીએ છીએ પરંતુ તેનો અર્થ શક્તિશાળી છે માતાની કુખે મોટા થયેલા બાળકને માતા પછી જો ઉચ્ચ સ્તરે લઈ જાય એજ માસ્તર એટલે જ તો કહેવાય છે પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ એવા ગૌરવશાળી માસ્તર કે જે બાળકને ઊંચાઈ સુધી લઈ જવા પાયો નાખે તેવા પ્રતિભાશાળી હોનહાર શિક્ષક એટલે કરશનભાઈ સંખેશરીયા જેમને અદેપર પ્રાથમિક શાળામાં નિષ્ઠાથી ફરજ બજાવી નિવૃત થયા તે પછી પણ શાળાને પોતાના જીવનની અમુલ્ય ભેટ સમાન માની આજરોજ તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પેન પેડ પફ અને બાળકો પત્યેના પ્રેમના ત્રિવેણી સંગમ સાથે પુત્ર હિતેશ‌ સંખેશરીયાએ પિતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરી તે શિક્ષકની સાદાઈએ મોટાપને ઝાંખી પાડીને શિક્ષકનો બાળકો પ્રત્યેના પ્રેમમાંથી બોધ લેવા જેવો છે અત્રે ઉલ્લેખનીય છેકે કળીયુગી જમાનામાં પોતાના માતાપિતાને વૃધ્ધાશ્રમમાં મુકી આવતા લોકો માટે ખાખરેચી ગામના સંખેશરીયા પરીવારના પિતા પુત્રના પ્રેમમાંથી બોધ લેવા જેવો છે પિતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરી પિતા પુત્રના પ્રેમને ઉજાગર કરીને પુત્રનો પિતા પ્રત્યેના પ્રેમે સમાજને નવો રાહ ચીંધ્યો છે ત્યારે આજરોજ તેમના જન્મદિવસે સગાંવહાલાં પરીવારજનો દ્વારા શુભેચ્છા પાઠવી લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW