મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૧૭ સપ્ટેમ્બર ના રોજ વાંકાનેર તાલુકામાં રાતડીયા ગામે રાતડીયા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
રાજય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) દસમો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વાંકાનેર તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કુમાર પ્રાથમિક શાળા, રાતડીયા, તા.વાંકાનેર ખાતે સવારના ૦૯:૦૦ થી ૦૫.૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
જે અન્વયે રાતડીયા ગામ સાથે કોઠી, કેરાળા, હોલમઢ, કાનપર, લાલપર, જાલસીકા, પાજ, લીંબાળા, વસુધરા, રસીકગઢ, ભાટીયા, મહિકા, જેપુર, સતાપર, રૂપાવટી, વિઠલગઢ, અદેપર, જાલીડા, મેસરીયા, ગુંદાખડા, રંગપર, સમઢીયાળા, તરકીયા, ગારીડા, ભલગામ, વિનયગઢ, ચંદ્રપુર, ઠિકરીયાળા, ગારીયા, જોધપર સહિત કલસ્ટરના ગામોનો સેવા સેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ સિવાય તા.૦૯/૧૦/૨૦૨૨૪ ના રોજ પીપળીયારાજ ગામ ખાતે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ભેરડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવનાર છે. નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ તા.૨૧/૦૯/૨૦૨૪ને રોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, બાપુના બાવલા પાસે, વાંકાનેર તથા તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રામકૃષ્ણનગર પ્રાથમિક શાળા, નવાપરા, વાંકાનેર ખાતે યોજાવામાં આવનાર છે. જે અંતર્ગત ગામ/શહેરનાં લાભાર્થીઓ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લે તે માટે તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.