સર્વરોગ નિદાન તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરાયું
માળિયા (મી) તાલુકાના ગામે બગસરા તા. ૨૨.૦૯.૨૦૨૪ ના રોજ (રવિવાર), ગામની પ્રાથમિક શાળામાં ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું. આ કેમ્પનું આયોગન માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે કરાયું હતું.
ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરીયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયુ હતું, જેનો લાભ ૧૭૦ થી પણ વધુ લોકો એ લીધો હતો
મેગા મેડીકલ કેમ્પના આયોજનથી રણ વિસ્તારમાં રેહતા અગરીયાઓ તેમજ ગ્રામજનો માટે લાભદાયક નીવડયો હતો કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો તેમજ ગામના ગ્રણીયોએ આયોજકોનો અભાર વ્યક્ત માન્યો હતો
આ ફ્રી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવા માટે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગ દર્શન હેટળ પરબત બોરીચા, તાજમામદ મોવર અને વિપુલ પરમાર એ જેહમત ઉઠાવી હતી.