*વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતી માં મોરબી ખાતે બેઠક યોજાશે.*
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૨૩-૯-૨૦૨૪ સોમવાર ના રોજ સાંજે ૭ કલાકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા ની બેઠક નું આયોજન કરવા માં આવેલ છે. જે બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતી માં બેઠક યોજાશે. વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત યોજાનાર બેઠક માં જીલ્લા માં વિવિધ સ્થળે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા ઉપરાંત સંગઠન ના વિસ્તરણ તેમજ સંસ્થા આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવા માં આવશે. બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહીત નાં અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે,