ગઇ તા.૨૯/૦૭/૨૦૨૪ ના બપોરના બે એક વાગ્યાની આસપાસ એક રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમોએ ટંકારા ખિજળીયા ચોકડી પાસેથી પોતાની રીક્ષામાં ભોગબનનારને પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- શેરવી લઇ ચોરી કરી એકબીજાને મદદગારી કરી રીક્ષા લઇ નાશી ગયેલ હોય જે બાબતે ટંકારા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ગુ.ર.નં.૦૮૩૪/ ૨૦૨૪ બી.એન.એસ.ની કલમ૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો જાહેર થયેલ હતો.
મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલની ટીમ કાર્યરત હોય જેથી તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ.વિક્રમભાઇ ફુગશીયા નાઓને મળેલ સયુક્ત બાતમી હકિકત આધારે સી.એન.જી. રીક્ષા નંબર-GJ-03-BT-6481 માં ગુનાને અંજામ આપનાર બે ઇસમોને ટંકારા લતીપર ચોકડી ખાતેથી હસ્તગત કરી પુછપરછ કરતા પોતે તથા અન્ય એક ઇસમ એમ ત્રણ જણાએ મળી ઉપરોકત
ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ
સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીની કલાકોમાં અનડીટેકટ ગુનો
ડીટેકટ કરી આરોપી,મુદામાલ આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) અશ્વિન છગનભાઇ તરશીભાઇ ચારોલીયા/ દેવુપુજક ઉવ-૨૧ ધંધો-રી.ડ્રા. રહે.રાજકોટ,
(૨) બાબુભાઇ ગાંડુભાઈ સોલંકી / ઉવ-૬૦ ધંધો-મજુરી રહે.રાજકોટ,
– પકડવાના બાકી આરોપીના નામ સરનામા
(૧) સંજય છગનભાઇ તરશીભાઇ ચારોલીયા/ રહે.રાજકોટ