STATE LEVEL RURAL IT QUIZ 2024 નું આયોજન ગાંધીનગર ખાતે નાથીબા હોલ કડી સરવા વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સેક્ટર 23 માં યોજાયેલ હતું .જેમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળા વિદ્યાર્થીની ઝાલા જાનવી બા મયુરધ્વજ સિંહ મોરબી જિલ્લામાં ટોપ 15 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની રાજ્યકક્ષાએ પણ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું .IT QUIZ ના માર્ગદર્શક શિક્ષક સોલંકી હેતલબેન ને સંપૂર્ણ મેઘપર ઝાલા ગામ દ્વારા તેમજ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા