Tuesday, January 7, 2025

વાંકાનેરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા નાટકનું આયોજન કરાયું

Advertisement

*શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું*

સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા તથા લોકોને માર્ગદર્શન આપવા કરવામાં આવી રહેલા આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશ સાથે નાટક ભજવવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓકટોબર દરમિયાન સરકાર દ્વારા ‘સ્વચ્છતા પખવાડીયા’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશ તથા સ્વચ્છતા અને લોકોને જાગૃત કરવા અને સ્વરછતા ઝુંબેશમાં લોક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી શાળની વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી, સ્ટાફ તથા ઉપસ્થિતોને જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ જીવનમાં સ્વચ્છતા અપનાવી અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપવામાં માટેના શપથ લીધા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW