Friday, March 14, 2025

મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

Advertisement

મોરબી જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંગણવાડીની બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન કાર્યક્રમમાં મોરબી તાલુકાની વિવિધ આંગણવાડીના કાર્યકર બહેનો જોડાયા હતા.
મોરબીમાં ગ્રીબશન સ્કુલ ખાતે મોરબી તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ શું છે અને તેના વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના આપત્તિ વ્યવસ્થાપન સેલના કન્સલટન્ટ ધાર્મિક પુરોહિત અને ડીપીઓ હિતેશ પોપટાણી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વખતે લેવાના થતા પગલાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા ફાયર ડીપાર્ટમેન્ટનાં જયેશભાઇ ડાકી દ્ધારા આગ લાગે ત્યારે શું કરવું? અને ફાયર એકસ્ટીંગગ્યુશરનો પોતાની આંગડવાડી કેન્દ્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW