મોરબી તેમજ આજુ બાજુના ગામો માં બાંધકામ નો ધંધો ફૂલ્યો ફાલ્યો છે જેમાં એક ફૂટ ની કિંમત જ્યારે લાખોમાં છે ત્યારે અમુક બિલ્ડરો નીતિ નિયમ ને નેવે મૂકીને આડેધડ બાંધકામ ખડકી દીધા છે ત્યારે મોરબી નજીક આવેલા ટીંબડી ગામે રહેણાંક બાંધકામની મંજૂરી ઉપર બે માળનું કોમર્શિયલ બાંધકામ ખડકી દેતા ખળખળાટ મચી જતાં એક જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી છે
મોરબી ટીંબડી ના સર્વે નંબર માં આવેલા એક સોસાયટીમાં રહેણાંક બાંધકામની મંજૂરી ઉપર કોમર્શિયલ બાંધકામ ખડકી દેતા નાના એવા ટીંબડી ગામ ના નાગરિકે ધગધગતી અરજી કલેકટરને કરવામાં આવી છે જેમાં ટીંબડી ગામે આવેલ બિનખેતી કરેલ સર્વે નંબર ૬ પૈકીની જમીન ઉપર પાડેલ પ્લોટમાં રહેણાંક હેતુ બાંધકામ માટેની મંજૂરી હોય જેની ઘરની ધોરાજી ચલાવવી બિલ્ડરે પોતાની મનમાની ચલાવીને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ ખડકી દેતા! ગામના જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને અરજી કરીને રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? મોટા મગર મચ્છો સામે તંત્ર કેમ ઘુટણીયે પડી ગયું? આવા બાંધકામો સામે ક્યારે કાર્યવાહી થશે? તે તપાસનો અને ચર્ચાનો વિષય બન્યો છે લોક મુખે ચર્ચા મુજબ મોરબીમાં અમુક અધિકારીઓને પૈસા ફેંકો તમાસા દેખો જેવો તાલ કચેરીમાં જોવા મળે છે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે લોકો ને ખંખેરવા જ બેઠા હોય તેવો ઘાટ શહેરની અમુક કચેરીઓમાં જોવા મળે છે જેથી કરી ને સરકારી ખજાનાને પણ કરોડો નું નુકસાન પોહચાડી રહ્યા છે. જો આવા અમુક ભ્રષ્ટ અધિકારો સામે એસીબી તપાસ કરે તો હકિકત બહાર આવે તેવી શકયતા છે. વધુ અહેવાલ હવે પછી
(અહેવાલ: મયંક દેવમુરારી 8460566870)