મોરબી બી ડિવિઝન પીઆઈ એન. એ. વસાવા ની કાબિલેદાદ કામગીરી
મોરબી બી ડિવિઝન પોલીસને મળેલ એક અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૯૭૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૮(૨), ૩૫૨, ૫૪મુજબનો ગુન્હો તા.૦૫/૦૮/૨૦૨૪ ના મોરબી ત્રાજપર ચોકડી પાસે નાયરા કંપનીનો પેટ્રોલ પંપ અંદર બનવા પામેલ હોય જેમા ફરિયાદી કૃષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયા/પટેલ ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે.મોરબી શીવમ પાર્ક સોસાયટી માધવ હોલની બાજુમા શર્કીટ હાઉસ પાસે મહેન્દ્રનગર રોડ વાળાઓએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાના નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર આ કામના આરોપી જયદેવ બુધ્ધભાટ્ટી એ આવી ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ ફોનમા વિડીયો બનાવી લીધેલ હોય અને આરોપી 2) મયુર બુધ્ધભટ્ટી એ પેટ્રોલ પંપ ઉપર ફરી.ને ગાળોબોલી બાદ આરોપી ૩) રાધેશ બુધ્ધભટ્ટી એ અગાઉ ફરી. પાસેથી પોતાના મીડીયા ગૃપના આઇ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂપીયા-૩,૦૦૦/- મેળવી લીધીલ હોય બાદ આરોપી નં-૧ જયદેવભાઇ એ પોલીસમા કરેલ અરજી તથા મોબાઇલમા બનાવેલ વિડીયો ડીલીટ કરવા માટે આરોપી નંબર-૦૩ રાધેશ બુધ્ધભટ્ટી એ ફરી.ના પીતાજી તથા પાર્ટનર પાસે અરજી પાછી ખેચી લેવાના અને વિડીયો ડીલીટ કરી નાખવા બાબતે રૂપીયા- ૫૦,૦૦૦/- ની માંગણી કરી ગુન્હામા કરેલ હોવાની ફરીયાદ જાહેર થયેલ હોય વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે
• પકડાયેલ આરોપીઓ:-
(૧)રાધેશભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી/ રહે.મોરબી-રવૃંદાવન સોસાયટી પરીશ્રમ એપાર્ટમેન્ટ ફલેટનં-૪૦૧
(૨)જયદેવભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી/સ ઉ.વ.૩૬ રહે. મોરબી-રમધુવન સોસાયટી ઘર નંબર-બી- 30
(૩)મયુરભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી/સોની ઉ.વ.૩૫ રહે.મોરબી-૨ અંબીકા સોસાયટી ઘર નંબર- ૪૦તા.જી.મોરબી આ
(૧) કામે અટક કરેલ આરોપીઓ પોતે પત્રકાર હોવાનો દાવો કરી પબ્લીકમા પોતાનો પત્રાકર તરીકે એન એક રીતે ભય ઉભો કરી અન્ય વ્યક્તિ સાથે મળી આવા બની બેઠેલ પત્રકાર તરીકેના આઇ કાર્ડ વહેચીણી કરી પોતાનો પત્રકાર તરીકેનો ભય ઉભો કરી પૈસા પડાવેલ હોય તેવુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ
(૨) આ કામના આરોપીઓ વર્ષ ૨૦૧૩ થી અત્યાર સુધી મા આશરે ૬૦૦ જેટલા આઇ કાર્ડ આપેલ હોય જેમા પોતે પત્રકાર ન હોવા થતા આઇ કાર્ડ ધાર કરણ ટોલટેક્ષ બચાવવા તથા વી.વી.આઇ.પી સુવીધા મેળવા તેમજ સર્કીટ હાઉસમા સુવીધા મળવા તથા નાના ધંધાર્થી તથા વેપારીઓને પોતાનુ કાર્ડ અનેલ નાની મોટી લાલચ આપી પ્રેસના ના એક આઇ કાર્ડના રૂ,૩૦૦૦/- થી રૂ.૮૦૦૦/- મેળવતા હોય જેથી માતબર રકમના આઇ કાર્ડ વેચેલ હોવાનુ જણાઇ આવેલ
(૩) હાલે તપાસ દરમ્યાન આ કામના આરોપીઓએ અગાઉ વેચલે આઇ.કાર્ડ જેમાના મોટા ભાગના આઇ.કાર્ડ તપાસ દરમ્યાન જે તે લોકો પાસેથી મેળવેલ છે અને તેમજ હજુ ઘણા બધા આઇ.કાર્ડ કબ્જે કરવાના બાકી જે અંગે હાલ આરોપી આરોપીઓ રીમાંડ પર હોય જે અંગેની તપાસ ચાલુ છે
(૪) સદરહુ કોંભાડ રાજ્ય લેવલનુ હોય તેવી શક્યતાઓ નકારી ન શકાય તે માટે વધુ તપાસ માટે આરોપીઓના પોલીસે બે દીવસના નામદાર કોર્ટમાથી રીમાન્ડ મેળવેલ છે