Monday, May 19, 2025

હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી પોશડોડાના મોટા જથ્થા સાથે એક ઇસમ પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એસઓજી પોલીસ ને મળેલ બાતમી ના આધારે મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબીવાળો પોતાના કબજા ભોગવટા વાળા રાયધ્રા ગામે ઝાંપા પાસે માતાજીના મઢથી નજીક ડેલીવાળા મકાનમાં ગે.કા.રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૧૫ (બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-

મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડાભાઇ પરસાડીયા જાતે ભરવાડ ઉ.વ.૬૬ ધંધો માલઢોરનો રહે. રાયધ્રા ગાત્રાળ માતાજીના મંદિર પાસે તા.હળવદ જિ.મોરબી

પકડાયેલ મુદ્દામાલ :-

(૧) વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૧૧ કિલો ૩૨૮ ગ્રામ કી.રૂ.૩૩,૯૮૪/-

(૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-

(૩) ) વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડા વેચાણ કરવા માટે રાખેલ ત્રાજવા નંગ-૧ તથા વજનના તોલા નંગ- ૨ સહિત કિ.રૂ. ૫૦૦/-

મળી કુલ રૂપીયા ૩૩,૯૮૪/

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW