કુલ રૂપીયા ૨૬,૫૭,૩૫૭/- નો મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન ગાળા ગામની સીમ મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ સુખસાગર હોટેલ ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ થતી હોવાની હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. બી.ડી ભટ્ટ એ પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર પડેલ હોય અને બાજુ માધવ મીની ઓઇલ માં ગેસ સીલીન્ડર પડેલ જે ગેસ ના ટેન્કર માં પાઇપ વાટે ગેસ કટીંગ ગે.કા પ્રવિતિ ચાલુ હોય ગેસના ટેન્કર રજી.નં.NL-01-L-5465 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના બે સિલીન્ડરોમાં ગે.કા.ગેસ કાઢતા એક ઇસમ મળી આવતા કુલ રૂ. ૨૬,૫૭,૩૫૭/- નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– આરોપી :-
1. સેતાનકુમાર સુર્જનરામ બાંગરવા/બિશ્નોઇ રહે. કુંડકી તા.ચીતરવાન જી.સાંચોર (રાજસ્થાન )
2. ટાટા કંપનીનું ટેન્કર નં. NL-01-L-5465 નો ચાલક (પકડવા પર બાકી)
3. માધવ મીની ઓઇલ મીલ ના કબ્જા ભોગવટાદાર (પકડવા પર બાકી)
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) ટાટા કંપની ટેન્કર નંબર NL-01-L-5465 કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ લીકવીફાઇડ પ્રોપેન ગેસ આશરે Qty. 15.320 મેટ્રિક ટન ( MT) કિં. રૂ.૧૦,૩૦,૮૫૭/-
(૨) ટેન્કર સાથે ફીટીંગ કરેલ રબ્બરની વાલ્વવાળી પાઇપ નંગ-૦૧
(૩) ઇલેકટ્રીક વજન કાંટો નંગ-૦૧
(૪) ગેસના સિલીન્ડર નંગ-૫૦
(૫) બે લોખંડ ના પાના
(૬) એક મોટર સાયકલ પડેલ રજિસ્ટર નંબર GJ-36-N-9915
નોંધ ટાટા કંપની ટેન્કર નંબર NL-01-L-5465 માં ભરેલ લીકવીફાઇડ પ્રોપેન ગેસ આશરે 15.320 મેટ્રિક ટન (MT) ગેસ નો જથ્થો (મુદ્દામાલ) ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા પોલીસ દ્વારા તજવીજ કરેલ