Thursday, March 12, 2026

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા સીએમ તેમજ આરોગ્ય મંત્રી ને રજુઆત

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવ ભાઈ પટેલ માળીયા નગર પાલીકા ની સમીક્ષા માટે માળીયા શહેર ના હોદેદારો સાથે મિટિંગ કરેલ આ મિટિંગ ના અંતે ત્યાં ના લોકો ના સુખાકારી માટે ના પ્રશ્નો સાંભળેલ ત્યારે ત્યાં ના લોકો દ્વારા અમુક રસ્તા તેમજ હોસ્પિટલ ને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરતા ત્યાં થી હોસ્પીટલ ની મુલાકાત લીધેલ મુલાકાત લેતા જાણવા મળેલ કે ત્યાં એમ્બ્યુલન્સ ની એકજ વ્યવસ્થા છે માટે આવડા મોટા વિસ્તાર મા બીજી એમ્બ્યુલન્સ ફાળવવા મા આવે તો લોકો ને લાભ મળી શકે ત્યાર બાદ ત્યાં x રે મસીન પણ બંધ હાલત મા છે દવા નો પણ પૂરતો સ્ટોક છે નહી પીએમ રૂમ મા લાઈટ કનેક્શન જ નથી પીએમ સમયે ડોક્ટર સાથે કોઈ હેલ્પર નથી જ્યારે પીએમ કરવા નું હોય ત્યારે મોરબી થી હેલ્પર બોલાવવા માટે ગાડી મોકલવાની તેડવા અને મૂકવા ખોટો ખર્ચ કરવા નો હોસ્પીટલ ની અંદર બાવળીયા ઉગી ગયા છે આવી ઘણી બધી સમસ્યા જોઈ ને ત્યાં થીજ પંકજ રાણસરિયા એ જેતે અધિકારી તેમજ કોન્ટ્રાકટર સાથે વાત ચીત કરી અને ત્યાંથી જ સીએમ તેમજ આરોગ્ય મંત્રી ને પણ લેખીત મા આ સમસ્યા ની જાણ કરવામાં આવી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW