*સેવાસેતુ થકી એક જ સ્થળે ૨૫૫૭ લાભાર્થીઓને અનેક વ્યકતિલક્ષી સેવાઓનો લાભ અપાયો*
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેકનામ કન્યા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ ૧૪ જેટલી વ્યકિતલક્ષી સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડીવર્મીંગ, રસીકરણ, રાશન કાર્ડ ઈ કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭-૧૨ અને ૮-અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે ૨૫૫૭ જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા નેકનામ ગામ અને સેવાસેતુ અન્વયે ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.