સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર CNG રીક્ષા રેસ કરતો વીડિયો વાઇરલ થયેલ
જે વિડીયો જોતા જેમાં મોરબી-રાજકોટ હાઇવે રોડ શનાળા ગામ પાસે રોડ ઉપર એક CNG રીક્ષા ચાલક પોતાના હવાલાવાળી CNG રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી તથા રેસ કરી ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ હોય. જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના CNG રીક્ષા રજી. નંબર-GJ-03-AX-4123 વાળા હોવાનું જણાય આવતા, તુરત જ સદરહું રજી.નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, સદરહુ CNG રીક્ષા રજી. નંબર-GJ-03-AX-4123 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું CNG રીક્ષાના ચાલક મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.
આરોપીનુ નામ
અકરમશા હુશેનશા શાહમદાર ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ રહે. વજેપર મેઇન રોડ જીતેન્દ્ર પાન પાસે મોરબી