મોરબી : મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકી શકે તેવી આગણિત પ્રતિભાઓ છે. પણ હવે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા રમતવીરોનું હીર ઝળકાવવા આગળ આવ્યા છે. સરેરાશ મોરબી જિલ્લામાં ક્રિકેટ પ્રેમ મોખરે છે. પણ કબડ્ડીનું રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન છે. આથી ધારાસભ્ય શ્રી દુલર્ભજી દેથરીયા યુવાનો કબડ્ડીમાં પોતાની કેરિયર બનાવે તેવી પહેલ કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાથી ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા દ્વારા આગામી તા.25 ઓક્ટોબરથી 28 ઓકટેબર સુધી ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું મોરબીના જોધપર ખાતે આવેલ કડવા પાટીદાર ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે.
ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા સાથે રાજ્યભરની ટિમો ભાગ લેશે. જેમાં વાઈટ કલર સુરત, ખેડા, સ્કાય બ્લુ સુરત-રૂરલ, તાપી, ગ્રીન આંણદ, એમ.એસ યુનિ. નેટ ગ્રીન કે.પી.એસ.ગ્રુપ, ગાંધીનગર, લાઈટ ગ્રીનમાં વડોદરા અને મોરબીની ટીમ ઉત્સાહભેર ભાગ લેશે. તા.25ના રોજ સાંજે 6 વાગ્યે ત્રિદિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. જેમાં અધ્યક્ષ તરીકે રાજ્યના સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના અધિકારીઓ અશ્વિનીકુમાર, ડો. અર્જુનસિંહ રાણા, યુનિટી ગ્રુપના પુનિતભાઈ ચોવટીયા, ભારતીય મહિલા ઇન્ટરનેશનલ ખેલાડી રીતુ નેગી અને સાક્ષીકુમારી, દુલર્ભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, કિશન દલસાણીયા, અભયભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
બીજા દિવસે એટલે તા.26 ઓક્ટોબરે સાંજે 6 કલાકે શરૂ થનાર કબડ્ડી ટુર્નામેન્ટમાં અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભારતીય ઇન્ટરનેશનલ ખેલાડી સ્નેહલ સિંગટે અને સોનાલી શિંદે તેમજ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ડૉ. દર્શીતાબેન શાહ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અનિલભાઈ દેત્રોજા, વિશાલભાઈ બારૈયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.ત્રીજા દિવસે એટલે તા.27 ઓક્ટોબરે સાંજે 6 કલાકે શરૂ થનાર કબડ્ડી ટુર્નામેન્ટમાં અધ્યક્ષ તરીકે મહિલા કેબિનેટ મંત્રી ભાનુંબેન બાબરિયા, મુખ્ય મહેમાન તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માંડમ, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાંણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, AGL ગ્રુપના ભાવેશભાઈ પટેલ, સેગા ગ્રુપ દીપેશભાઈ પટેલ, સનબૉન્ડ ગ્રુપના મોનિતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત તા.28ના ફાયનલ મેચમાં સાંજે 6 કલાકે શરૂ થનાર ટુર્નામેન્ટમાં અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયા, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, આરડીસી બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના ડો. અર્જુનસિંહ રાણા, ગુજરાત રાજ્ય કબડ્ડી સંઘના સેક્રેટરી તુષાર પટેલ, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, જીવણભાઈ ફૂલતરિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.આ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાની જનતાને ઉપસ્થિત રહેવા TAFTYGAS- ગુજરાત અને ગુજરાત રાજ્ય કબડ્ડી સંઘ તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવાયુ છે.