Tuesday, January 21, 2025

નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ” Food Speciality of Gujarat ” નું આયોજન કરવામાં આવ્યું

Advertisement

નવયુગ સાયન્સ કોલેજ દ્વારા સૌ પ્રથમ વખત ગુજરાતની એક આગવી ઓળખ, ગુજરાત ની વિસરતી વાનગીઓ અને વિસરાતી સંસ્કૃતિ ને જાળવી રાખવા સંસ્થાના પ્રમખ પી. ડી. કાંજીયાસર ની પ્રેરણાથી *” Food Speciality of Gujarat “* નું આયોજન B.sc ના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતના દરેક જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ જેવી કે મહુડી ની પ્રખ્યાત સુખડી, અમરેલીનો પ્રખ્યાત દૂધપાક, છોટા ઉદેપુરની પ્રખ્યાત રજવાડી થાળી, કચ્છની પ્રખ્યાત દાબેલી, લુણાવાડા નું પ્રખ્યાત મકાઈનું છીણ, વડોદરાનું પ્રખ્યાત સેવ- ઉસળ, ડાકોર ના પ્રખ્યાત ગોટા…..જેવી અનેક વાનગીઓનું તેના ઓરીજીનલ સ્વાદ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સાથે ગુજરાત જેના માટે વખણાય છે તે ફાફડા- જલેબી – ખમણ – ઢોકળા – થેપલાં…તેમજ મગ – લાપસી, ચુરમાંના લાડુ, મોહનથાળ જેવી ગુજરાતી મીઠાઈ પણ રાખવામાં આવી હતી.
જેની અંદર દરેક વાનગીઓ નો ઓરિજિનલ સ્વાદ માણવા મળ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગીય વડા,દરેક વિભાગના શિક્ષકો તેમજ દરેક વિભાગના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા B.sc કોલજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉર્વિશા બગથરીયાએ જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓના ઉત્સાહ ને વધારવા સંસ્થાના પ્રમુખ શ્રી પી. ડી. કાંજિયાસર , મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવસર , કેમ્પસ ડાયરેક્ટર રાવલસર તેમજ B.sc વિભાગના પ્રિન્સિપાલ વોરાસર ઉપસ્થિત રહયા હતાં.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW