હિન્દુ સનાતન ધર્મની અંદર દિવાળીનો તહેવારોનું આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિ એ વિશેષ મહત્વ રહેલું છે.દિવાળી તહેવારો માં રાજા ગણાય છે દેશભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક ધામધૂમથી આ તહેવારો ઉજવાય છે. કોઈને કોઈ કારણોસર તહેવારની તિથિ અને તારીખ અને લઈને લોકોમાં મતભેદ અને મૂંઝવણ હોય છે. ચાલો જાણીએ મોરબી ના સુપ્રસિદ્ધ વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઇ દવે દ્વારા દીપોત્સવ પર્વ માટે ના શુભ મુહૂર્તો
ચોપડા ખરીદવા આસોવદ 8 ને ગુરૂવાર તારીખ 24 /10 /2024 આખો દિવસ અને રાત્રી શુભ ગુરુપુષ્પામૃત યોગ છે
ચોઘડિયા સવારે :-
શુભ 6.48થી 8. 14
ચલ, લાભ ,અમૃત 11.05 થી 3.22 બપોરે શુભ 4.48થી 6.13
સાંજે 6.13 થી 9.22 અમૃત, ચલ.
અભિજિત મૂર્હત 12.08 થી 12.54 બપોરે
ધનતેરસ મંગળવાર આસો વદ ૧૨ ને મંગળવાર તારીખ 29-10-2024 સવારે 10:32 થી ધનતેરસ બેસે છે
દિવસના ચોઘડિયા- ચલ,લાભ,અમૃત 9:41 થી 1.55 બપોરે શુભ 3.20 થી 4. 45 રાત્રિના ચોઘડિયા લાભ 7:45 થી 9:20
શુભ10.55 થી 12.31
અભિજીત મુહૂર્ત બપોરે 12.08થી 12.53
કાળી ચૌદશ:-
કાળી ચૌદસ ને બુધવાર તારીખ 30.10.2024 ના દિવસે કાળી ચૌદશનો પ્રારંભ બપોરે 1:16 થી શરૂ થશે આ દિવસે બપોરે૧.૧૬ મિનિટ જે ગુરુવાર તારીખ 31.10.2024 ના બપોરે 3.53 સુધી નૈવેદધરી શકાશે. આથી બુધવાર રાત્રિના હનુમંત પૂજા ,કાલ ભૈરવ પૂજન, કાલી પૂજન, મશીનરી વગેરેનું પૂજન કરવું.
શુભદીપાવલી ;-
આસો વદ 14 અને ગુરુવાર તારીખ 31.10.2024 ના શુભ દિવસે બપોરે 3.53 થી પ્રારંભ થાય છે .આથી દીપાવલી નું મહત્વ સાંજે પ્રદોષકાળ અને રાત્રીનું હોવાથી દીપાવલી ગુરુવારે છે.
ગુરુવારે દિવસના શુભ ચોઘડિયા બપોરે શુભ, અમૃત, ચલ 4.45 થી 7. 45
લાભ 12.31 થી 2.06
શુભ 3.42 થી 5.17 સુધી
દ્વિજ દીપાવલી( દિવાળીનોબીજો દિવસ:-તારીખ 1.10.2024 ને શુક્રવારના રોજ સાંજના 6.17 સુધી હોવાથી સાંજના 6.17 સુધી ચોપડા પૂજન કરી શકાશે.
દિવસના શુભ ચોઘડિયા :-
(ચલ,લાભ,અમૃત સવારે 6.52 થી 11.06 સુધી)
શુભ 12.30 થી 1.55
ચલ 4.44થી 6.08 સુધી
બેસતુ વરસ નવું વર્ષ:-
વિ.સંવત ૨૦૮૧ કારતક સુદ એકમ તારીખ 2.11.2024 શનિવાર
નવો વ્યાપાર શરૂ કરવાના મુર્હત સવારે શુભ 8:17 થી 9.42 બપોરે ચલ, લાભ ,અમૃત 12:30 થી 4.43 સુધી
ભાઈબીજ :-
કારતક શુદ ૨ ને રવિવાર તારીખ 3.11.2024 ચંદ્ર દર્શન ,ભાઈબીજ ,યમુના સ્નાન
લાભ પાંચમ:-
કારતક સુદ 5 નેબુધવાર તારીખ 6.11.2024 ચોઘડિયા સવારે લાભ,અમૃત 6.55 થી 9.43 સુધી શુભ 11.7 થી 12.30 સુધી બપોરે ચલ,લાભ 3.18 થી 6:06 સુધી આ દરમિયાન પેઢી ખોલવી ,વ્યાપાર કાર્ય કરવું મશીનરી પ્રારંભ કરવો.
ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે. (M.com,B.ed, સંસ્કૃત વિશારદ,જયોતિષ રત્નમ, સાહિત્યાચાર્ય) સંપર્ક:- મહાવીર નગર સોસાયટી સામા કાંઠે શ્રીમદ રાજ સોસાયટી ની પાછળ “ગજાનન”મોરબી ૨
મોં.80009 11444