SMC ના વડા નિર્લિપ્ત રાય અને કે ટી કામરિયા ની કાબલેદાદ કામગીરી
મોરબી જિલ્લામાં નકલીની બોલબોલા કોની મીઠી નજર હેઠળ ચર્ચાતો સવાલ ? જિલ્લામાં નકલીનો ખેલ બેફામ
મોરબી જિલ્લામાં નકલી ટોલનાકું નકલી દારૂ ,નકલી રેમ ડીસિવર ઇંજેક્શન અને હવે નકલી ઓઈલ હજુ શું શું બને છે નકલી ? સ્ટેટ મોનિટરીંગ સેલની મોરબી જિલ્લા ઉપર બાજ નજર
મોરબી જિલ્લામાં નકલીની બોલબાલા નકલી દારૂ નકલી ટોલનાકું વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ટંકારા તાલુકાના લજાઈ અને હડમતીયા ગામની સીમમાં નકલી ઓઈલ બનાવી વેચતા હોવાની ગંધ ગાંધીનગર સુધી આવતા હડમતીયા સીમ વિસ્તારમાં ત્રાટકી દરોડો પાડયો હતો જેમાં ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ સર્વો અને હીરો કંપનીના બ્રાન્ડ નામનો ઉપયોગ કરી નકલી એન્જીન ઓઇલ પેકીંગ કરતી ફેક્ટરી ઝડપી લઈ રૂપિયા ૧૭ લાખની કિંમતનું ૨૧,૪૮૮ લીટર ઓઇલ સહિતના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ અને હડમતીયા ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બ્રાન્ડેડ જાણીતી કંપનીઓનું નકલી ઓઇલ બનાવી ધીકતા ધંધા ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરીને ઓઇલ એન્જીન પેકેજીંગ કરવાનું કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો વધુમાં એસએમસી ટીમે બનાવ સ્થળેથી આરોપી મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે.ગોકુલધામ સોસાયટી મોરબી અને આરોપી અરુણ ગણેશભાઈ કુંડારીયા રહે.મોરબી રવાપર રોડ વાળાને ઝડપી લઇ ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો કંપનીના નકલી ઓઇલ પેકીંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ડબલા તેમજ ૧૭ લાખની કિંમતનું ૨૧,૪૮૮ લીટર ઓઇલ કબ્જે કર્યું હતુ તેમજ નકલી ઓઈલના પેકીંગ ઉપર સ્ટીકર લગાવવા માટેના મશીન મોટર બેલ્ટ મશીન ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટો સીલિંગ મશીન ઓઇલ ભરવા માટેનું મશીન બેરલ એક ૫ લાખની કિંમતની કાર બે મોબાઈલ ફોન તેમજ રૂ,૫૨૦૦ રોકડા સહિત કુલ રૂ,૨૩,૧૭૦૪૦નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં નકલીની બોલબોલા ખુણે ખુણે ધમધમતી હોય! તેમ નકલી દારુ નકલી ટોલનાકા બાદ નકલી ઓઈલનો મસમોટો જથ્થો મળી આવતા નકલીની બોલબોલા કોની દયાથી ધમધમે છે? તે ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં બ્રાન્ડેડ કંપનીને બદનામ કરનાર આરોપી વિરુદ્ધ કંપનીઓ પણ ફરીયાદ કરશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે