અંગારા પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારા મોરબી હાઇવે ઉપર આવેલ કન્ફર્ટ હોટલમાં ચાલતા જુગારતા ઉપર દરોડા પાડ્યા હતા જેમાં 12 લાખ રોકડ અને બે ફોર્ચ્યુનર કાર મળી 65 લાખનો મુદ્દામાલ જપ્ત,9 જુગરીઓ ઝડપાયા લીધા હતા જ્યારે એક ફરાર
વધુમાં ટંકારા પોલીસે દરોડા દરમિયાન બહારથી જુગાર રમવા માટે હોટલ સુધી લાવનાર આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, રહે.રાજકોટ, “મા શક્તિ” વૈશાલી નગર ૪, આમ્રપાલી ફાટક પાસે, ચીરાગ રસીકભાઈ ધામેચા, રહે. રાજકોટ, ગાંધીગ્રામ, જુગારી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ જી. જામનગર, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, વિલભાઈ રાજીભાઈ પટેલ, રહે. તિરૂપતિ નગર સોસાયટી, રૈયા રોડ, રાજકોટ, ભાસ્કરભાઈ પ્રભુ પારેખ, રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ, રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, રહે. આર.કે. પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ, રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે.શ્રીજી પાર્ક સોસાયટી, સત્યસાંઈ રોડ, રાજકોટ શહેર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, રહે. ઉમા પાર્ક સોસાયટી, મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.