Friday, March 14, 2025

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમશુદા વ્યક્તિની માહિતી આપવા અનુરોધ કરાયો

Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા નં- ૦૬/૨૦૨૪ તા- ૦૧/૧૧/૨૦૨૪ના કામે ગુમ થનારી વ્યક્તિ કેકડીયાભાઈ ધુપસિંહ માવી જાતે આદિવાસી ઉંમર વર્ષ- ૩૭ ધંધો- મજુરી કામ, હાલનું રહેઠાણ લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની બાજુમાં, મોરબી છે. તેનું મુળ રહેઠાણ પોચી આંબલી ડુંગર તા.ધાબરા જી.અલીરાજપુર વાળા ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૪ ના સવારના આશરે ૧૦:૦૦ આસપાસ મોરબી તાલુકામાં લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની સામે ભંગારના ડેલા પાસેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયા છે.

તેઓ શરીરે ઘઉં વર્ણના છે અને તેઓ મધ્યમ બાંધાના છે. ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની છે. તેમના જમણા હાથે ચાંદીનું કડું પહેર્યું છે અને આંગળીમાં ચાંદીની વીંટી પહેરેલી છે. જમણા હાથ ઉપર તેમનું નામ “કેકડીયા” ત્રોફાવેલું છે. તેમણે આછા કાળા રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે અને ગળાના ભાગે લાલ કલરનો ખેસ નાંખેલો છે. પગમાં ચંપલ પહેરેલા છે.

તેમ ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા, એ.એસ.આઈ., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW