Tuesday, January 7, 2025

પાંચ ચોરાઉ મો. સા. સાથે એક સખ્સ ને ઝડપી લેતી મોરબી બી ડિવિજન પોલીસ

Advertisement

મોરબી બી ડિવિઝન પોલીસ ના સર્વેલંસ સ્ટાફ એ શોભેશ્વર રોડના નાકા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ મો.સા. જોવામાં આવેલ જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે મો.સા. ચાલક ને રોકી ઇસમ પાસે મો.સા. ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા હોય જેથી સાથેના પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા એ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા સદરહુ મો.સા. ના એંજીન તથા ચેચીસ નંબર સર્ચ કરી જોતા સદરહુ મો.સા. ના રજી.નંબર GJ.03.EH.5007 જેના માલીક મહેન્દ્રસિંહ જામભા ઝાલા રહે-પીપળી તા.જી.મોરબી ના નામનુ જણાઇ આવતા જે સદરહુ મો.સા. બાબતે ખાત્રી કરતા મોરબી સીટી બી ડિવીજન પો.સ્ટે. ગુ.ર.જી. નં. ૧૧૧૮૯૦૦૪૨૪૨૨૧૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના કામે ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ અન્ય ચાર જેટલા મો.સા. ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા ચાર મો.સા. કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ ઇસમનુ નામ

(૧) શક્તિભાઇ સ/ઓ સુખાભાઇ કેશાભાઇ વીંછીયા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે- ગામ કુડા તા.ધ્રાગધ્રા જી.સુરેંદ્રનગર

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW