(અહેવાલ: મયંક દેવમુરારી)
માળીયા(મિં) ના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુક્તમાં મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા(મિ) વાગડીયા ઝાપા નજીક કન્ટેનર યાર્ડ જવાના રસ્તે આવેલ ઇંટુના ભઠ્ઠાની બાજુમાં આવેલ બંધ ચાની કેબીન પાસેથી આરોપી જાકીરહુશેન ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી રહે. માળીયા (મિં) માલાણી શેરી તા.માળીયા(મિ) વાળા પાસેથી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.