મોરબી સીટી મામલતદાર કચેરીમાં ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા ૪ હજારની લાંચ માંગનાર તલાટીને એસીબીએ ઝડપ્યો
મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓમાં લાંચીયા બાબુઓનો રાફડો ફાટયો હોય તેમ એક જ મહીનામાં લાંચ લેતા બીજો તલાટી ઝડપાયો
મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં પૈસા વિના તો કામ ન થતા હોય તેમ એક જ મહીનામાં બે તલાટી લાંચ લેતા ઝડપાતા લાંચીયા બાબુઓમા ખળભળાટ મચી ગયો છે પૈસા ફેંકો તમાસા દેખો જિલ્લાની કચેરીઓમા પૈસા સિવાય કામ ન થતા હોય તેવો ઘાટ બે તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયા તેના ઉપરથી કહી શકાય છે આમ જનતાના કામ કરવા સરકારી બાબુઓને પગાર ઓછો પડતો હોય તેમ ગરીબ ભોળા લોકોને લુંટવા કોઈ કચાસ નથી રાખતા અને ગરીબ માણસો કોઈ પણ કામ અર્થ સરકારી કચેરીનુ પગલું ચડે કે લાંચીયા સરકારી બાબુઓ જાણે શિકારની શોધમાં હોય તેમ અરજદાર હોય કે પછી કોઈ પણ સરકારી કામ પૈસા વિના પતે નથી અને રૂપિયાની માંગણી કરતા હોય છે ત્યારે મોરબી સીટી મામલતદાર કચેરીમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવા બાબત ૪ હજારની લાંચ લેતા એક રેવન્યુ તલાટીને ઝડપી લેતા લાંચિયા સરકારી બાબુઓમા ફફડાટ ફેલાઈ ગયો છે આમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત કેવી રીતે બનશે ? જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી મામલતદાર કચેરીમાં આજે એક અરજદાર સમક્ષ રેવન્યુ તલાટી જયદીપસિંહ.કે.જાડેજા ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ. ૪૦૦૦ની લાંચ માંગી હતી જેથી અરજદારે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવીને રેવન્યુ તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એક જ મહિનાની અંદર ઘુંટુ ગામના તલાટી મંત્રી બાદ મોરબીમાં બીજા તલાટી મંત્રીને લાંચ લેતા એસીબીએ ઝડપી લેતા લાંચીયા સરકારી બાબુઓમા રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે