મોરબી: પાટીદાર યુવાનો સ્વ રક્ષણ માટે હથિયાર પરવાના માંગવા કલેકટર પાસે પોહ્ચ્યા હતા
પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી ના નેજા હેઠળ મોટી સંખ્યામાં પાટીદારો પોતાના પોતાના સમાજ ની સામાજિક સુરક્ષા માટે હથિયાર ની પરવાનગી માંગવા કલેકટર કચેરીયા ધામા કલેકટર કચેરીયે આવેદન આપી રજૂઆત કરી
મોરબી જિલ્લામાં આશરે શહેર તેમજ જિલ્લાના ૧૫૦ ગામમાં ૬૦ હજાર પાટીદાર પરીવાર રહે છે. જેમાં મોટા ભાગના ગામો તથા શહેરની સોસાયટીમાં એવા અનેક પરીવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમીયોગીરી, અને હનીટ્રેપનો શીકાર બનેલ છે. આવા ભોગ બનેલ પરીવારોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.જેમાં વ્યાજખોરી,દાદાગીરી,ગુંડાગીરી, રોમીયોગીરી, અને હનીટ્રેપનો ભોગ તેમજ અન્ય અત્યાચારનો ભોગ બનેલ પરીવાર મોટાભાગે ખાનગી રીતે સમાધાન કરી લે છે. પરંતુ અમુક પરીવારો તંત્ર પાસે મદદ માટે જાય છે. ત્યારે તંત્ર પણ આ ગુંડા અને વ્યાજખોરો સાથે મીલીભગત હોય તે રીતે વર્તન કરીને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી.
આવડો મોટો પાટીદાર પરીવાર મોરબી જિલ્લામાં રહેતો હોય ત્યારે છાસવારે વ્યાજખોરી,દાદાગીરી,ગુંડાગીરી, રોમીયોગીરી, અને હનીટ્રેપ વગેરેના બનાવો બનતા હોય છે. તેવા સમયે તંત્રની જ મદદ ના મળે રક્ષક જ ભક્ષકની ભુમિકા ભજવે ત્યારે આવા ભોગ બનનાર પરીવાર ક્યાં જાય?
માટે આવા ભોગ બનનાર પરીવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને કલેકટર પાસે હથિયારની પરવાનગી માંગવા માટે પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી ના નેજા હેઠળ મોરબી જિલા કલેકટર કે બી ઝવેરીને આવેદન આપી રજૂઆત કરી હતી