મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા નવયુગમાં જોબ કરતા 360 જેટલા સ્ટાફ માટે ક્લબ 36 સિનેમા માં 3 સ્ક્રીન બુક કરાવી ને વિશેષ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગ્રુપ હંમેશા પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું કરતું જ હોય છે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા જણાવે છે કે નવયુગનો સ્ટાફ એ માત્ર સ્ટાફ નથી મારો પરિવાર છે નવયુગ હંમેશા પરિવારની જેમ જ રહે છે દરેક સારા નરસા પ્રસંગમાં સાથે જ હોય છે દરેક રાષ્ટ્રહિત માટેના કાર્ય કરતું રહે છે પછી આજના ધ સાબરમતી રિપોર્ટ મુવીના સ્પેશિયલ શો નું આયોજન હોય કે કાશ્મીર ફાઈલ હોય કે કેરેલા સ્ટોરી હોય કે પછી યુવાનો માટે પ્રેરણાદાયક થ્રી ઇડિયટ હોઈ કે બાળકો માટે નું તારે જમી પે હોઈ દરેક જોવાલાયક ફિલ્મના સ્પેશિયલ શો નું.આયોજન કરવામાં નવયુગ હંમેશા પ્રથમ જ હોય છે આજના આ મુવી શો માં નવયુગના તમામ સ્ટાફ પ્રિન્સિપાલથી પ્યુન અને રસોયા સિક્યુરિટી, ડ્રાંઇવર ભાઈઓ વગેરે તમામ સ્ટાફ સહર્ષ જોડાયા હતા