મોરબી એસઓજી ટીમે ૩ કીલોથી વધુ પોસ-ડોડાના જથ્થા સાથે જુમાભાઈ ચૌહાણને દબોચી કરી કાર્યવાહી
મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી રહેણાંક મકાનમાંથી ૩ કીલોથી વધુ પોસ ડોડાના જથ્થા સાથે એસઓજીની ટીમે એક શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી મોરબી જિલ્લામાં દેશી દારૂ સાથે નશાકારક પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી નશાકારક ચીજવસ્તુઓ પકડાઈ છે તેવામાં મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દરગાહ પાસેથી ૩.૧૯૫ કિલો ગ્રામ પોસ ડોડા સાથે એસઓજી પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં વાવડી રોડ ઉપરની દરગાહ નજીક રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૩.૧૯૫ કિલો ગ્રામ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જ્યાંથી પોસ ડોડાનો જથ્થો અને વજન કાંટો મળીને કુલ રૂ.૧૦,૦૮૫ની કિંમતની મુદ્દામાલને કબજે કરેલ છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુમા કરીમભાઈ ચૌહાણ ઉ.વ ૭૫ રહે.જુના બસ સ્ટેશનની પાછળ નવા ડેલા રોડ મોરબી વાળાની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે