હળવદ તાલુકાના માનસર ગામે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરાયું
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના હસ્તે હળવદ તાલુકાના માનસર ગામે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થાઓનું હાલમાં ગ્રામ પંચાયતના વડપણ હેઠળ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે.