Tuesday, January 21, 2025

મોરબી જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Advertisement

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નવેમ્બર- ૨૦૨૪ માસનો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ એ રહેલો છે કે લોકોને વડી કચેરી કે પ્રાદેશિક કચેરી સુધી તેમના પ્રક્ષોના નિરાકરણ માટે ધક્કો ખાવો ના પડે.

આ માસના કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ. કચેરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મોરબી નગરપાલિકા, ટંકારા તાલુકા પંચાયત અને માળીયા તાલુકા પંચાયતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આ મહિને ૦૫ જેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૦૩ પ્રક્ષોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ૦૨ પ્રશ્નો અંગે લગત વિભાગને જલ્દી નિકાલ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાયોગેસ, વીજ લાઇન, બિનખેતીની જમીન, ભૂગર્ભ ગટરની સફાઇ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ અંગે જિલ્લા કલેકટરશ્રીએ હાજર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ પ્રકારના કાર્યક્રમ દર મહિને યોજાતા હોય છે. જેમાં મોરબી જિલ્લાના મહત્તમ નાગરિકો ભાગ લે તેમ જનરલ શાખા, જિલ્લા કલેકટર કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW