વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા “સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૪ સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોમાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટો ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ આયોજન કરી જેમાં (૧) HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય (૨) નંબર પ્લેટ વગરના વાહનો (૩) ફેન્સી/તુટેલી નંબર પ્લેટ (૪) ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૪ નાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કરેલ કામગીરી
• આ સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૧૫૯૭ વાહનો ચેક કરવામાં આવેલ
• આ સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવ વગરના તેમજ શંકાસ્પદ ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર કુલ મળી કુલ ૮૯ વાહનો એમ.વી.એકટ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલ
• ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-૨૫૦ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ છે.
• ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-૧,૧૮,૨૦૦/- માંડવાળા દંડ કરવામાં આવેલ છે.
• ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ કેશ-૩૬ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ છે.
• HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૩૨ કેશો કરવામાં આવેલ છે.
• નંબર પ્લેટ વગર તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ ના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૮૦ કેશો કરવામાં આવેલ છે.
• ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૧ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
• આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.