Friday, March 14, 2025

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ માં એઇડ્સ જન જાગૃતિ સેમિનાર યોજાયો

Advertisement

World AIDS day નિમિતે HIV/ADIS વિશે કોલેજ નાં વિદ્યાર્થીઓ માં જાગૃતતા ફેલાઈ તે અનુંસંધાને સેમિનાર નું આયોજન કરવામાં. આવ્યુ હતું આ સેમિનાર માં ઇન્ડિયન મેડિકલ એસોસિઅન મોરબી ના ડૉ હીનાબેન મોરી અને ડૉ જયેશભાઈ સનારિયા એ માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનાર માં અઇડ્સ રોગ ને અટકાવવા સંપૂર્ણ માહિતી આપેલાં હતી જેમ કે એઇડ્સ શું છે?HIV/AIDS કઈ રીતે ફેલાય છે તેની સમજૂતી.
HIV/AIDS નાં લક્ષણો
HIV/AIDS થી બચવાના ઉપાયો અને તેની સારવાર ની સમજૂતી.
એઇડ્સ કેવી રીતે ફેલાય નહી?
એઇડ્સ એ પ્રાણ ઘાતક નથી.કારણ કે એઇડ્સની દવાઓ(ART) થી વાયરસ વધતા અટકાવી શકાય છે.પરંતુ મટાડી શકાતો નથી….જેવા મુદ્દા પર વિગતવાર માહિતી આપવા માં આવી હતી
નવયુગ કોલેજ ની વિધાર્થિનીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે એઇડ્સ નો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો.
સંસ્થા ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા ના માર્ગદર્શન માં આ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને દરેક કોલેજ ના પ્રિન્સિપાલ તેમજ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW