Sunday, January 5, 2025

હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે પેટ્રોલપંપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

Advertisement

તા.૦૩/૧૨/૨૦૨૪ હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગઇ તા.૩૦/૧૧/૨૦૨૪ ના કલાક ૦૬/૦૦ થી કલાક ૦૬/૩૦ દરમિયાન જય ભવાની પેટ્રોલપંપની ઓફીસમાં સાહેદ સુતા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની ગ્રે-કલરની મારૂરી સ્વીફ્ટ કારમાં અજાણયા ત્રણ ઇસમો આવી પેટ્રોલપંપની ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડા રૂપીયા ૩૩,૦૦૦/- તથા ટેબલ ઉપર રાખેલ ફાયરબોટ કંપનીની સ્માર્ટ વોચ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ જતા જે બાબતે હળવદ પો.સ્ટે. માં એ પાર્ટ ગુ.ર.નં. ૦૯૮૨/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૫(એ),૫૪ મુજબનો ગુનો તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ રજિસ્ટર થયેલ હતો જેની તપાસ પોલીસ દ્વારા ચાલવાની રહી હતી તે દરમ્યાન આ કામે હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાને અંજામ આપનાર આરોપીઓ એક ગ્રે કલરની રજી,નં. GJ12CG4081 વાળી સ્વીફ્ટ કારમાં હાલમાં હળવદ વિસ્તારમાં આવેલ છે અને સ્વીફ્ટ કાર જે હાલે મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ નજીક ઉભેલ હોવાની હકિકત મળેલ હોય જે હકકીત આધારે તુરતજ આ જગ્યાએ તપાસ કરતા સદરહુ જગ્યાએથી હકીકત મુજબના વર્ણન/નંબર વાળી ગાડીમાં બે આરોપીઓ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો અન્ય એક સાગરીત સાથે મળી આચરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા-૩૧,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ સ્માર્ટ વોચ નંગ-૧ મળી આવતા કબજે કરી મજકુર બન્ને આરોપીને આ ગુનાના કામે અટક કરી આગળની તપાસ અર્થે હળવદ પો.સ્ટે. માં સોપી આપેલ છે.

– પકડાયેલ આરોપીનુ નામ સરનામુ

(૧) સુલેમાન ઉર્ફે લક્કી સન/ઓફ અલ્લાહબક્ષ સાલેભાઇ સમા/સંધી રહે. માધાપર જુના વાસ રેલ્વે ફાટક પાછળ સમા

વાસ તા.જી.ભુજ (કચ્છ)

(૨) મુસ્તાક પચાણભાઇ સમા/સંધી રહે.જુણાદેઢીયા તા.ભુજ જી.ભુજ હાલે રહે. માધાપર ભવાની હોટલ પાછળ

મહાપ્રભુનગર સોસાયટી તા.જી.ભુજ

– પકડવાના બાકી આરોપીઓના નામ સરનામાં :-

(૧) ઇશાભાઇ રાયબભાઇ સમા રહે.જુના દેઢીયા ગામ તા.જી.ભુજ (કચ્છ)

ગુન્હાની મોડસઓપરેન્ડી-

આ કામના આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડેથી લઇ આવી મોરબી તથા આસપાસના જિલ્લાઓમાં મોડી રાત્રીના સમયે હાઇવે પર આવેલ પેટ્રોલપંપમાં રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા સમયે પેટ્રોલપંપની ઓફીસમાં હથીયારો સાથે ઘુસી પેટ્રોલપંપમાં રહેલ રોકડા રૂપીયા તથા ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ વાળા છે.

પોલીસનો પ્રજાજોગ સંદેશ :-

આ કામના આરોપીઓ મોડી રાત્રીના સમયે હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા પેટ્રોલપંપની ઓફીસોમાં ઘુસી રોકડ રકમ તથા ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે જેથી પેટ્રોલપંપ ઉપર રાત્રી ફરજ દરમિયાન રહેલ તમામ કર્મચારીઓને એકીસાથે નહી સુઇ જવા તેમજ જરૂરી સિક્યુરીટી સ્ટાફ રાખવો તેમજ રાત્રીના સમયે ઓફીસે લોક રાખવી તેમજ ઓફીસમાં રોકડ રકમ નહી રાખવી જેથી આવા પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) રોકડા રૂપીયા ૩૧,૦૦૦/-

(૨) ફાયરબોટ કંપનીની સ્માર્ટ વોચ નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૩૦,૫૦૦/-

(૪) સ્વીફ્ટ ગાડી રજી.નં. GJ12CG4081 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW