બહોળી સંખ્યામાં ખેડૂતોએ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિલક્ષી માર્ગદર્શન મેળવ્યું
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના કલ્યાણપર ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને ટંકારા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નો આરંભ કરવામાં આવ્યો હતો.
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોની સાથે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ, કલ્યાણપર ખાતે ટંકારા તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા ધારાસભ્ય તથા ઉપસ્થિત મહાનુભાવો તથા કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ટંકારા ૫૦૦ થી વધુ ખેડૂતો આ રવિ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા. વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.