ચુંપણી ગામની સીમમાં પોતાની વાડીમાં લીંબુની ખેતીની આડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીએ હળવદ પોલીસે ૩૬૦૦ લીટર દેશી દારૂનો આથો ૧૦૦ લીટર દારૂ મળી કુલ રૂ.૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલે ધામા નાખીને જિલ્લામાં જાણે ગોરખધંધા ઉપર ગાંધીનગરથી બાજ નજર હોય તેમ કોલસા ઈંગ્લિશ દારૂનો વેપલા કરનારા ઉપર ત્રાટકતા સ્થાનીક પોલીસ હરકતમાં આવીને કડક કાર્યવાહી કરી રહી છે જેમા હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં વાડીએ ખેતીની સાથે સાથે મસ મોટી દારૂની ભઠ્ઠી ચાલુ કરનાર દંપતી પર હળવદ પોલીસે રેડ કરી ૩૬૦૦ લીટર દેશી દારૂનો આથો ૧૦૦ લીટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંદુક મળી કુલ રૂપિયા ૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી પતિ પત્નીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગતો મુજબ ચૂંપણી ગામના વશરામભાઈ ભુરાભાઈ મકવાણા તેઓની ગામની સીમમાં આવેલ વાડીએ ખેતીની સાથે સાથે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હતો પોલીસે વાડીએથી ૨૦૦ લીટર ના ૧૮ બેરલ મળી કુલ ૩૬૦૦ લીટર દારૂ બનાવવાનો આથો તેમજ બે ૫૦-૫૦ લિટરના દેશી દારૂના કેરબા મળી કુલ ૧૦૦ લીટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંદૂક મળી કુલ રૂપિયા ૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની આ કાર્યવાહીમાં આરોપી વાડી માલિક વશરામ ભાઈ ભુરાભાઈ મકવાણા રહે ચુપણી અને તેના પત્ની દીપુબેન વશરામભાઈ મકવાણાની અટકાયત કરી પ્રોહીબિશન તેમજ આર્મસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હળવદ પોલીસના પીઆઈ આર.ટી વ્યાસ એએસઆઈ અજીતસિંહ દિનેશભાઈ નરેન્દ્રભારથી વિપુલભાઈ સિસોદિયા બાવળીયા ગોસ્વામી, ભદ્રાડીયા હરવિજસિંહ ઝાલા રણજીતસિંહ રાઠોડ, દીપકસિંહ કાઠીયા સહિતની ટીમ ચુંપણી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ત્રાટક્યા હતા