ટંકારા જુગારધામ પ્રકરણમાં પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધાઈ
પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
ટંકારા કમ્ફર્ટ રિસોર્ટમાંથી ઝડપાયેલા મસમોટા જુગારધામ મામલે ગેરરીતિની ફરીયાદ ઉઠી હતી
ખોટા દસ્તાવેજ અને ભ્રષ્ટાચાર મસમોટા તોડકાંડ થયો હોય SMCની તપાસ બાદ લેવાયો નિર્ણય
SMC પીઆઈ આર.બી.ખાંટ આ સમગ્ર મામલે બન્યા ફરિયાદી
વધુ તપાસ dysp વી.એમ.રબારી ચલાવી હતી
ન્યુઝ પેપરમાં ફોટા કે નામ નહીં આવે વ્યક્તિ દીઠ ૬ લાખની માંગ બાદ ૫૧ લાખનો તોડ કર્યાનો ધડાકો
પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં મચી ગયો ખળભળાટ
ટંકારા નજીક કંમ્ફર્ટ હોટલમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું જેમાં ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી જેમાં તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે ૫૧ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની SMC દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે પહેલી કહેવત સાર્થક કરી બતાવી છે “વાડ જ ચિભડા ગળે તે કહેવત ટંકારામાં જ બંધ બેઠી” છે ટંકારા નજીક કંમ્ફર્ટ હોટલમાંથી મસમોટું જુગારધામ ઝડપાયું હતું. જેમાં ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરી પરંતુ આ જુગારધામમા પોલીસ દ્વારા ક્યાંક ભ્રષ્ટાચાર થયાની ગંધ આવતા તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી હતી જેમાં મોટો ખુલાસો થયો છે એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ છ – છ લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યા પીઆઈ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતા ખળભળાટ મચી ગયો છે.