મોરબી: ગુમ થયેલ મળી આવેલ બાળકનુ માતાપિતા સાથે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM” મીલન કરાવ્યું
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન મોરબી પાડા પુલ નીચે ભરાતી રવીવારી માર્કેટમાં તકેદારી સારૂ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક વાલીવારસ વગરનુ બાળક આજે મળી આવેલ અને બાળક આશરે ૩ વર્ષની ઉંમરનુ હોય જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસની સી ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી જેતપર રોડ ઉપરથી બાળકના વાલી નામે ભરમુ ધુમસિંહ રાણા ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે અમુલ કારખાના પાવડીયારી કેનાલ પાસે તા.જી મોરબી વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉ.વ.૩ વાળાને તેના માતા પિતાને સોંપી આપેલ હતો અને માતા પિતા તેના બાળકને શોધતા હોય બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો.
આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.