મોરબી એસઓજી પોલીસ શાકભાજી માર્કેટમાં ત્રાટકી ફળફુટની સાથે ગાંજાનો વેપાર કરતા સબલાને ઉપાડી લીધો
મોરબી જિલ્લામાં નશાનો કારોબાર કરનારા અવનવા નુસખા અપનાવીને નશાકારક પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ કરીને બેફામ બન્યા છે જાણે કાયદાનો ડર જ ન હોય તેમ જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખાડે ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે મોરબી એસઓજી ટીમે ટંકારામાં આવેલ શાકમાર્કેટના થળા ઉપરથી ફળફુટની સાથે ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મોરબી એસઓજી ટીમને મળતા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જ્યાંથી ગાંજાની નાની મોટી કોથળીઓ સાથે એક શખ્સને દબોચી વધુ સઘન તપાસ કરતા તેના ઘરેથી પણ ગાંજો મળી આવેલ હતો આમ શાક માર્કેટના થળા ઉપરથી અને ઘરેથી કુલ મળીને ૧.૪૩૫ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો મોબાઇલ મળીને કુલ ૪૬,૮૫૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા શહેરમાં જુની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નંબર ૧૮ ઉપર રેડ કરી ત્યાં બેસીને વેપાર કરતા હુસેન સોલંકી દ્વારા ગાંજાનુ વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળતા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા સહિતની ટીમ ત્રાટકી હતી અને વેપારીના થળા ઉપર ચેક કરવામાં આવતા પ્લાસ્ટિકની નાની મોટી ૧૭ જેટલી કોથળીઓમાં કુલ મળીને ૧૧૬ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તે શખ્સના ઘરે પણ તપાસ કરી હતી ત્યાંથી પણ ઘરમાંથી ૧.૩૧૯ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આમ કુલ મળીને ૧.૪૩૫ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ૧૪,૩૫૦ની કિંમતનો ગાંજો તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન વજન કાંટો વગેરે વસ્તુઓ મળીને ૪૬,૮૫૦ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી હુસેન ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી રહે.મેમણ શેરી ટંકારા વાળાની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે