મોરબીના સામાકાંઠે વીસીપરામા રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 156 બોટલો સાથે એક ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા (ઉ.વ ૩૧) રહે. મોરબી, વીસીપરા, રણછોડનગર, જલારામ પાર્ક પાછળ મોરબીવાળાએ તેના ભાડાના રહેણાક મકાનમા વિદેશી દારૂનો સંગ્રહ કર્યો છે. જેના આધારે પોલીસે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૧૫૬ જેની કુલ રૂ.૧,૦૫,૨૫૨ કિંમતના વિદેશી દારૂ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.