મોરબી ગૌરવ સમાચાર ૨૦૨૫ના વર્ષમાં સચોટ સમાચાર પીરસતા રહે તેવી ચોતરફથી શુભકામનાઓની વર્ષા થઈ
મોરબી જિલ્લામાં સચોટ તાજા સમાચાર પીરસતું મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલે બે વર્ષ પુર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે મોરબી જિલ્લામાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતુ અને સોશિયલ મીડિયામાં ધુમ મચાવતુ મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ વેબ પોર્ટલે અભુતપૂર્વ લોકચાહના મેળવીને જિલ્લામાં જાણીતું વેબ પોર્ટલ બનીને સચોટ ન્યુઝ પીરસી સારી એવી લોકચાહના સાથે નામના મેળવી છે મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલના ઓનર એડીટર મયંક દેવમુરારી દ્વારા જિલ્લામાં બનતી ઘટનાઓ નાના મોટા બનાવો સહીત લોકોની સમસ્યાઓને તટસ્થ રીતે ઈમાનદારપુર્વક વાચા આપી રહ્યા છે જેને જિલ્લાની જનતા દ્વારા સારો એવો પ્રતિસાદ આપ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી આગામી સમય આવનારા ૨૦૨૫ના વર્ષમાં પણ આવો જ પ્રેમ હુંફ આપતા રહે તેવી આશા સાથે આભાર વ્યક્ત કર્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચારે બે વર્ષ પુર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ચોતરફથી વાંચક મિત્રો હિતેચ્છુઓ દ્વારા શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે