શાબાશઃ વાહન ચેંકીગ દરમિયાન પોલીસને યુવક પાસેથી 3.60 કરોડનો હાઇબ્રીડ ગાંજો મળ્યો
મુંબઇથી ગાંજો લઇને યુવક મોરબી જઇ રહ્યો હતોઃ રોપડા ચેકપોસ્ટ પાસે વાહનચેકીગ દરમિયાન ગાંજો મળ્યો
શહેરમાં જ્યારે કાયદો અને પરિસ્થિતીની સ્થીતી કથળી રહી હતી ત્યારે પોલીસ ડીપાર્ટમેન્ટ એક્દમ એક્શન મોડ પર આવી ગયુ હતુ અને ઠેરઠેર કોમ્બિંગ હાથ ધરીને ગુનાખોરને કંટ્રોલમાં કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા. પોલીસની આ કામીગીરીથી લોકો હેરાન થયા હતા તેવુ અમદાવાદીઓ માની રહ્યા હતા પરંતુ આ પોલીસની કામગીરી ના કારણે સંખ્યાબંધ યુવાઓનું ભવિષ્ય ખરાબ થતુ અટકી ગયુ હતું. પોલીસ કોમ્બિગ અને બંદોબસ્તના કારણે ગઇકાલે વટવા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે વાહનચેકીંગ દરમિયાન 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે જેને મોરબીનો યુવક બેંગકોકથી લાવ્યો હતો. હાલ યુવાઓમાં હાઇબ્રીડ ગાંજાની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે પોલીસ તેમજ એજન્સીઓ ઘણા કેસ કરી છે. જો પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો ના હોત તો કદાચ કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો મોરબી સુધી પહોચી ગયો હોત.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે દિવસ પહેલા કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો હતો. થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતો. આ ઘટના બાદ ગઇકાલે વટવા પોલીસે પણ એક અદભુત સફળતા મળી છે. વટવા પોલીસે 3.60 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.
ગુનાખોરીને કંટ્રોલ કરવા તેમજ ગેરકાયદે ચીજવસ્તુઓને હેરફેર થતી અટકે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ઠેરઠેર તપાસ કરી રહી છે. ક્રિસમસ નજીક આવી રહી હોવાથી દારૂની હેરફેર પણ વધી રહી છે જેના કારણે પોલીસે અમદાવાદમાં એન્ટ્રી થવાના તમામ રસ્તા પર બંદોબસ્ત ગોઠવી દીધો છે અને એક પછી એક ગાડીઓનું ચેંકીગ કરી રહી છે. પોલીસની કામગીરી ખરેખર વખાણવા લાયક છે કારણે ગઇકાલે સ્થાનિક પોલીસની સતર્કતાના કારણે કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.
વટવા પોલીસની ટીમ ચોપડા ચેક પોસ્ટ પર વાહન ચેંકીગ કરી રહી હતી ત્યારે એક કારમાં બેઠેલા પેસેન્જરનું ચેંકીગ કર્યુ હતું. પેસેન્જરની બેંગ ચેક કરતા તેની પાસેથી ગાંજા જેવો પ્રદાર્થ મળી આવ્યો હતો. વટવા પોલીસે પેસેન્જરની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી જ્યા એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસએલની ટીમે શંકાસ્પદ પ્રદાર્થને ચેક કરતા તે હાઇબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. વટવા પોલીસે તરતજ પેસેન્જરની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી હતી. યુવકનું નામ યોગેશ રતીલાલ દસાડીયા છે અને તે મોરબીનો રહેવાસી છે. યોગેશ બેંગકોકથી કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો લાવ્યો હતો. યોગેશ ગાંજો લઇને મોરબી જઇ રહ્યો હતો જ્યા તેની પોલીસે ચેંકીગ દરમિયાન ધરપકડ કરી છે.
યોગેશ ઐયાશી સાથે રૂપિયા કમાવવાના ઇરાદે બેંગકોક ગયો હતો
યોગેશ અવારનવાર બેંગકોક ઐયાશી કરવા માટે જતો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. બેંગકોકમાં ઐયાશી સાથે રૂપિયા કમાવવાના ઇરાદે યોગેશ અનેક વખત ટ્રીપ મારતો હતો. બેંગકોકમાં ખુલ્લેઆમ હાઇબ્રીડ ગાંજો મળતો હોવાથી તેણે મોરબી લાવીને વેચવાનું નક્કી કરી લીધુ હતું. બેંગકોકમાં ઐયાશી કર્યા બાદ તે હાઇબ્રીડ ગાંજો ખરીદતો હતો અને બાદમાં મોરબીમાં વેચતો હતો.
બેંગકોક થી મુંબઇની ફ્લાઇટની ટીકીટ મળી
યોગેશના બેંગનું ચેંકીગ કરતા તેમાંથી 3.60 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે જ્યારે બેંગકોકથી મુંબઇની ફ્લાઇઠની ટીકીટ પણ મળી આવી છે. યોગેશ બેંગકોક ગયો હતો જ્યા તેણે ગાંજો ખરીદીને બેંગમાં મુકી દીધો હતો. ફ્લાઇટ સીધી બેંગકોકથી મુંબઇ ગઇ હતી જ્યા તે બેગ સ્કેન કરાવીને લાવ્યો હતો. હેમખેમ રીતે એરપોર્ટની બહાર નીકળી ગયા બાદ યોગેશ મોરબી જવા માટે રવાના થયો હતો જ્યા તે અમદાવાદમાં એન્ટ્રી મારે તેની પહેલા ઝડપી લેવાયો હતો.