Thursday, January 23, 2025

મોરબીમાં શિક્ષણ જગતને હચમચાવતી ઘટના ખાનગી ટ્યુશન ક્લાસિસ ના સંચાલકે સગીર છાત્રા જોડે કરી જાતીય સતામણી

Advertisement

શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ આ કહેવત ને મોરબી ના એક શિક્ષકે કલંક લગાડ્યું છે

મોરબીમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે સગીર છાત્રા સાથે જાતિય સતામણી કર્યાની ફરીયાદ નોંધાઈ

મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમ કે ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે ગુરુ શિષ્યના સંબંધ ને પણ શંકાની નજરે જોવાય તેવી સ્થિતિ બની છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ એક ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકે સગીર છાત્રા સાથે જાતિય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટ્યુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી.સગીર ના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્યુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્વારા હુમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW