Monday, January 20, 2025

મોરબી જિલ્લામાં નકલી નો રાફડો ફાટ્યો હળવદ પોલીસે પાંચ બોગસ ડોકટરને ઝડપી લીધા

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી પોલીસ નકલી બોગસ ડોક્ટરોની શોધમાં ? ૯ બોગસ ડોક્ટરો ઝડપાયા

મોરબી જિલ્લામાં બે દિવસમાં ૯ બોગસ ડોકટરોને પોલીસે ઝડપ્યા

હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તાલુકામાં જુદા જુદા ગામડામાં ડોકટરની ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ કલીનીક ખોલી એલોપેથી દવા આપવાની કોઇ ડીગ્રી નહી હોવા છતા બીમાર દર્દીઓની એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય જે નીચે મુજબના બોગસ ર્ડોકટરોને પકડી પાડી ગુજરાત મેડીકલ પેકટીશ્નર એકટ મુજબ અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

• આરોપીઓના નામ સરનામા-

1) સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રુકમણી સોસાયટી, સરા રોડ, હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે)

2) વાસુદેવભાઇ કાંતીભાઇ પટેલ રહે.સુંદરભવાની તા.હળવદ મુળ રહે. બેચરાજી જી.મહેસાણા (દવાખાનું સુંદરીભવાની ખાતે)

3) પરીમલભાઇ ધિરેનભાઇ બાલા રહે.રણમલપુર તા.હળવદ મુળ રહે. અશોકનગર તા.બિલાસપુર જી.રામપુર (યુ.પી.) (દવાખાનું રણમલપુર ગામ ખાતે)

4) પંચાનન ખુદીરામ ઘરામી રહે. રાયસંગપુર ગામ, તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે)

5) અનુજ ખુદીરામ ઘરામી રહે. ઢવાણા તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની, તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું ઢવાણા ગામ ખાતે)

કબ્જે કરેલ મુદામાલની વિગત-

1) અલગ અલગ કંપનીની ટેબ્લેટ તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂા.૫૧૫૬૭/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW