મોરબી વાંકાનેર હાઈવે પર સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું સ્પાના બે સંચાલકો ઝડપાયા બે ફરાર
મોરબી સીટી બી. ડી.ના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા ને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી વાકાનેર ને.હા. બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભુરા સ્પામાં તેના સંચાલકો પોતાના આર્થીક લાભ માટે ભુરા સ્પામાં બહારથી રૂપ લલનાઓ બોલાવી સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશા) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. તેવી હકિકત હોય જેના આધારે તેને મોરબી વાકાનેર ને.હા. બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર ના ત્રીજા માળે ભુરા સ્પામાં રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક (૧) પંકજભાઈ રમેશભાઇ રાઠવા ઉ.વ.૨૪ ધંધો નોકરી રહે,હાલ ભુરા સ્પા એન્ડ હોટેલ તા.જી.મોરબી મૂળ રહે, ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર તથા (૨) નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા ઉ.વ.૩૬ ધંધો.વેપાર (મેનેજર) રહે, મોરબી-૨ ઉમીયાનગર તા.જી.મોરબી વાળાઓ વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧) (ડી), ૬(૧)(બી), મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
– પકડાયેલ આરોપીના નામ
(૧) પંકજભાઇ રમેશભાઇ રાઠવા ઉ.વ.૨૪ ધંધો.નોકરી રહે,હાલ ભુરા સ્પા એન્ડ હોટેલ તા.જી.મોરબી મૂળ રહે,ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર
(૨) નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા ઉ.વ.૩૬ ધંધો.વેપાર (મેનેજર) રહે,મોરબી 2 ઉમીયાનગર તા.જી.મોરબી
– પકડાવાના બાકિ રહેલ આરોપીના નામ
(૧) વિજયભાઇ ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે, મોરબી
(૨) હિતેષભાઇ ભદ્રેચા રહે.હાલ ભુરા હોટલ એન્ડ સ્પા ક્રિષ્ના ચેમ્બર મોરબી મૂળ રહે, પોરબંદર
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ
પો.ઇન્સ. એન.એ.વસાવા, તથા એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા તથા પો.હે.કો. જગદીશભાઇ ડાંગર તથા પો.કોન્સ. બીજેશભાઇ બોરીચા તથા પો.કોન્સ રાજપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ મનોજભાઇ ગઢવી તથા પો.કોન્સ દશરથસિંહ જેઠવા તથા મહિલા પો કોન્સ પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે