રાજકોટ શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા
મોરબીના એસપી રોડ પર આવેલા ધ વન અપ સોસાયટી હતી જેમની અપીલ પર રક્તદાતાઓ ખરા ઉતરીને ૨૧૩ સુંદરમ્ હાઈટ્સ ખાતે સ્વર્ગસ્થ સ્વ.સાગર ચંદુભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા વાંસજાળીયા પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા ૨૧૩ બોટલ રક્ત એકત્ર થયું હતું જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંસજાળીયા પરીવાર દ્વારા સ્વ.સાગર ચંદૂભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરેલ જેમાં શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટનો સ્ટાફ આ રક્તદાન કેમ્પમાં ખડેપગે રહીને કેમ્પમાં રક્તદાતાઓને સુંદર વ્યવસ્થા આપીને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી જેટલી બોટલ રક્તદાન કરીને રક્તદાન મહાદાન સુત્રને સાર્થક કરી રક્તદાતાઓ આ કેમ્પમાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા જેમા સવારના ૮:૦૦થી બપોરના બે વાગ્યા સુધીમાં શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી ૨૧૩ બોટલ રક્ત એકત્રીત થઈ હતી જે રક્ત રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પહોંચાડાશે અત્રે ઉલ્લેખનીય છેકે વાંસજાળીયા પરીવાર દ્વારા સ્વ.સાગર વાંસજાળીયાના સ્મરણાર્થે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં ઉમટી પડેલા તમામ રક્તદાતાઓનો વાંસજાળીયા પરીવારે આભાર વ્યક્ત કર્યો હતો